Posts

Showing posts from February, 2020

શબ્દ

અજબ છેને શબ્દોની માયા, શબ્દો મૌન તોડે પણ છે, અને શબ્દો જ મૌન કરે પણ છે                                    - શ્રધ્ધા 😍

યાદો ની સંદૂક

માટી જેવા સપના મારા,મોજા થી ધોવાઈ ગયા, પારકાને ક્યાં શોધું અહીંયા,મારા પોતાનાજ ખોવાઈ ગયા, વિતેલી ક્ષણો યાદ કરીતો, આંસુ છલકાઈ ગયા, સબંધો તો ઘણા મળ્યા છે, પણ અમુક દિલમાં સચવાઈ ગયા, યાદો ની સંદૂક ખોલી જયારે, આ હોઠ મલકાઈ ગયા, અમુક મિત્રો જ એવા મળ્યા, જે દિલપાર છવાઈ ગયા।                                                                 - શ્રધ્ધા 😍 

પ્રેમ

ક્યાંક એવો પણ પ્રેમ અસ્તિત્વ ધરાવતો હોય છે  જેમાં હાથ માં હાથ નથી હોતા, પણ લાગણી અને આત્મા જોડાયેલા હોય છે.                                                                         -  શ્રધ્ધા  😍

શહીદ

Image
એની આંખો ની બે બૂંદ થી દરિયો પણ હાર્યો  હશે , જેણે મેહેંદી વાળા હાથે માતૃભુમિ માટે પોતાના મંગળસૂત્ર ઉતાર્યા હશે.                                                                      - શ્રધ્ધા 😍

જીવન

 જે જીંદગી હોય છે  ને ,  એ જીવન માં નથી હોતું                           - શ્રધ્ધા 😍

લાગણી

કોઈની લાગણી દુભાવતા પહેલા એક સવાલ પોતાના હૃદય ને પૂછી જોજો, "કાલે એની જગ્યાએ હુ હોઇશ તો?"                                                             - શ્રદધા 😍

મન ની વાત

ભેગો ભગવાન હોય ને તો અજુઁન થવુ સહેલુ છે, પણ જ્યારે સામે જગત નો નાથ હોય તો પણ,  "કણૅ" બની મિત્ર માટે ઊભુ રહેવું ખૂબ અઘરૂ છે.                                                           -  શ્રધ્ધા 😍

શબ્દ

શબ્દોતો  માત્ર વાક્યની શોભા છે, સમજવાવાળા તો કોરા કાગળ ને અને મૌન ને પણ બરાબર સમજે છે.                                                                              - શ્રધ્ધા 😍